Contact Us
← Back to Events

Training

Ekta Rural Foundation ખાતે નફાકારક પશુપાલન ચિંતન શિબિર

દિયોદર

Ekta Rural Foundation ખાતે નફાકારક પશુપાલન ચિંતન શિબિર

તારીખ 8 જુલાઈ 2024 ના રોજ Ekta Foundation દ્વારા “નફાકારક પશુપાલન ચિંતન શિબિર”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને ગામડાંમાંથી અંદાજે 250 થી 300 જેટલા પ્રગતિશીલ પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉત્સાહ, જ્ઞાન અને અનુભવનો અદભૂત સંગમ જોવા મળ્યો.

આ ચિંતન શિબિરનો મુખ્ય ઉદ્દેશ પશુપાલનને પરંપરાગત વ્યવસાયમાંથી ઉન્નત અને નફાકારક ઉદ્યોગ તરીકે વિકસાવવાનો હતો. પશુપાલકોને આધુનિક પદ્ધતિઓ, ખર્ચ ઘટાડવાની રીતો અને ઉત્પાદન વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાર્યક્રમમાં માર્ગદર્શક તરીકે જાણીતા પશુપાલન માર્ગદર્શક Manish Chaudhary ઉપસ્થિત રહ્યા અને તેમણે નફાકારક પશુપાલન માટે યોગ્ય આયોજન, ખોરાક વ્યવસ્થા, આરોગ્ય સંભાળ અને બજાર વ્યવસ્થાપન વિષયે વિગતવાર માર્ગદર્શન આપ્યું.

બ્રીડ સુધારણા વિષય પર વેટરનરી અધિકારી Dr. Mayurbhai એ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉત્તમ જાતિ વિકાસ, એઆઈ (Artificial Insemination) અને યોગ્ય સેમન પસંદગી અંગે સરળ ભાષામાં સમજણ આપી.

સંસ્થાના આચાર્ય Dr. Padhar એ સંસ્થાની દૃષ્ટિ અને પશુપાલન ક્ષેત્રે યુવાનોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો અંગે પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા. તેમના સંબોધને હાજર પશુપાલકોમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસ પ્રગટાવ્યો.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું, જેમાં પશુપાલકોએ પોતાની સમસ્યાઓ ખુલ્લેઆમ રજૂ કરી અને નિષ્ણાતો પાસેથી સંતોષકારક ઉકેલ મેળવ્યા.

આ ચિંતન શિબિર માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ પશુપાલન ક્ષેત્રે નવા વિચારો, નવી દિશા અને નફાકારક ભવિિષ્ય તરફનો મજબૂત પગથિયો સાબિત થયો.

આવી જ જ્ઞાનસભર અને પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ દ્વારા Ekta Foundation પશુપાલન ક્ષેત્રે એક નવી ક્રાંતિ સર્જી રહી છે.

Photos and videos