Training
નફાકારક પશુપાલન ચિંતન શિબિર - 4 | EKTA RURAL DEVELOPMENT

આજે તારીખ 22 - 03 - 2026 ને રવિવારના રોજ એકતા રૂરલ ડેવલપમેન્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નફાકારક પશુપાલન સેમિનાર 4 નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાત ભરના અલગ - અલગ જિલ્લાના 800 પશુપાલકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું હતું પણ એના કરતા પણ વધારે અંદાજે 1000 થી વધારે પશુપાલકોએ ભાગ લીધો હતો.
જે પોતાનું ભવ્ય પશુપાલન પ્રત્યેનો ભવ્ય પ્રતિસાદ બતાવે છે.
જેમાં ગુજરાત રાજ્યના તજજ્ઞ વેટરનરી ઓફિસરો જે ગુજરાત રાજ્યના પશુપાલકો માટે કામ કરી રહ્યા છે. તેવા ડૉ. ડી. બી. ઠાકોર, ડૉ. એન. એન. પઢાર, ડૉ. અશોક ચૌધરી, ડૉ. બાકરઅલી અને રાજસ્થાનથી આવેલ ડૉ. હબીબ રાજપરાએ હાજરી આપી હતી. અને તેમના દ્વારા પશુપાલકોને ખૂબ જ ઉપયોગી થાય એવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જેમ કે બ્રિડિંગ કેવી રીતે કરવું, ફિડિંગ, પશુપાલન મેનેજમેન્ટ, જેવા મુદ્દાઓ ઉપર પશુપાલકોને માર્ગદર્શન મળ્યું.
પશુપાલનને લગતી ગુજરાત સરકારની ચાલી રહેલી સરકારી યોજનાઓ વિશે બેંક ઓફ બરોડાના એગ્રીકલ્ચર ઓફિસર અશોક ચૌધરી દ્વારા પશુપાલકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તેમજ જયેશકાકા, રામસિંહ માસ્તર એ પણ પોતાના વર્ષોના અનુભવ પશુપાલકોને HF ગાયો અને ભેંસો વિશેનું માર્ગદર્શન પૂરું પાડ્યું.
