તારીખ 20/10/2023 ના સ્નેહ મિલન યોજવામાં આવ્યો જેમાં 200 થી વધારે એકતા રૂરલ ડેવલોપમેન્ટ માંથી પાસઆઉટ થયેલા AI કર્મચારિયો,પશુપાલક મિત્રો અને અહી ના વિસ્તારમાં આસપાસ ના સેવાકીય પ્રવૃતિ થી જોડાએલ વિષેશ નામચીન વક્તાઓ હાજર રહી ને કાર્યક્રમ ની શોભા વધારી હતી.
જેમાં રમેશભાઈ ઢીમાં,રામસિંગભાઈ બેણપ,શૈલેશભાઈ માસ્તર,ડૉ .નયનસિંગ પઢાર,પ્રેમભાઈ માડકા,દિનેશ ગોલગામ ,જેવા વિષેશ મહેમાનો હાજરી આપી અને લોકોને પોતાના પ્રવચનો અને કાર્ય થી પ્રભાવિત કર્યા હતા. .
*રમેશભાઈ ઢીમાં*
એકતા રૂરલ ડેવલોપમેન્ટ સંસ્થા ગામડા ના અને બેરોજગાર યુવાનો ને રોજગારી આપી ને સેવા નું ઉમદા કાર્ય કરે છે. ગૌ શાળા માં રસીકરણ કે કોઈ રખડતાં પશુ કે કોઈ લમપી જેવી બીમારીમાં આ સંસ્થા હમેશા આગળ રહીને સેવા ના કાર્ય કર્યા છે . ગામડાના આતરિયાલ વિસ્તારો માં પશુ પાલન માં એક નવી વૃદ્ધિ લાવાનું કાર્ય કરે છે, બનાસકાંઠા નું કોઈ સંસ્થા સારું કાર્ય કરતી હોય તો તે એ એકતા રૂરલ ડેવલોપમેન્ટ આ કામ સરાહનીય છે.
*ડૉ . નયનસિંગ પઢાર*
એકતા રૂરલ ડેવલોપમેન્ટ સંસ્થા સાથે હું છેલ્લા 1 વર્ષ થી જોડાયેલું છું. આ સંસ્થા પશુ પાલન માં અવેરનેશ લાવાનું કાર્ય કરી રહી છે, આ સંસ્થા દ્વરા તૈયાર થયેલ ai કર્મચારી ફિલ્ડ માં જઈ સારી રોજગારી મેળવતા થયા છે . સરકારી નોકરી ની કોમપીટેશન થી હટી ને સારી એવી રોજગારી મેળવી રહ્યા છે.
*શૈલેશભાઈ માસ્તર*
હું ઘણા સમય થી શિક્ષણ ક્ષેત્ર માં કામ કરું છું ,ઘણા દેશો સાથે મારી સ્કૂલ સંકલયેલી છે . ઘણા NGO સાથે હું કામ કરું છું પણ એકતા રૂરલ ડેવલોપમેન્ટ સંસ્થા જે રીતે કામ કરે છે તે સરાહનીય છે ,ગામડા ના આટલા લોકો ને રોજગાર આપવો એ એક સિદ્ધિ થી કઇં નાનું નથી. હું અહિયાં આવી ને સંસ્થા ની કામગીરી થી બહુ પ્રભાવિત છું. મને એવું હતું કે હું ઘણું બધુ કામ કરું છું પણ અહિયાં સાંભળી ને હું ગદગદ થઈ ગયો.