Artificial Insemination​

કૃત્રિમ બીજદાન તાલીમ
black, blanche, cow-1295524.jpg

અમારા વિશે

બનાસકાંઠા ના દિયોદર માં આ ટ્રેનિંગ સેન્ટર ચાલે છે. ત્યાં થી ૩૦૦ થી વધારે વિદ્યાર્થીઓ AI (એ.આઈ) ની ટ્રેનિંગ લઇ ચુક્યા છે અને ઘણી સારી રોજગારી મેળવી રહ્યા છે. તો ત્યાં તમે વિઝીટ કરી શકો છો. ત્યાં રેવાની પણ એકદમ સારી હોસ્ટેલ ની વ્યવસ્થા છે, તેમાં સવારે ચા નાસ્તો, બે ટાઈમ જમવાનું સાથે સાથે રમત ગમત ના સાધનો છે. વોલીબોલ , ક્રિકેટ , વગેરે એક્ટિવિટી કરાવવા માં આવે છે.

એ.આઈ કોર્સ કાર્ય પછી સુ કરી શકે ?

એ.આઈ. કર્યા પછી ગામમાં કે આજુ-બાજુના વિસ્તારમાં પ્રેક્ટિસ કરીને સારી એવી આવક પ્રાપ્ત કરી શકે.

calf, nursing, cows-7378103.jpg

લોકો ને સુ મદદ કરી શકે ?

એ.આઈ ટ્રેનિંગ લીધા પછી પશુપાલન માં દૂધ ઉત્પાદન વધારી શકે છે. ઓલાદ સુધારણા કરી સારા પશુ નો ઉછેર કરી શકે છે. પશુ ને સુ ખવડાવવું , કેટલું ખવડાવવું અલગ અલગ વાયરસ થી થતા રોગો વિશે યોગ્ય રસીકરણ કરી પશુ પાલકો ને મદદ કરી શકે છે.

પોતાનામાં શું સ્કિલ મેળવી શકે છે ?

એ.આઈ ટ્રેનિંગ લીધા પછી પોતાની વ્યક્તિગત સેલ્ફ રિસ્પેક્ટ વધારી શકાય છે. અને આજુ બાજુના ગામમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે છે. તેમજ અમારી સાથે જોડાઈને લોકસેવાના કર્યો કરી શકે છે.

ફોર્મ ભરવા ની રીત

ફોર્મ તમે અમારા ઓફિસે આવી ને ભરી શકો છો, અથવા ફોન કોન્ટકટ કરી શકો છો. અથવા તો ઓનલાઈન Joining ફોર્મ ભરીને.

ક્યાં થી લઇ શકે ટ્રેનિંગ?

પશુપાલન શાખા દ્વારા અપાયેલી મંજૂરી થી ચાલતી સંસ્થા હોય તેવા ટ્રેનિંગ સેન્ટર જોડે થી.

કૃત્રિમ બીજદાન તાલીમ

કૃત્રિમ બીજદાનની તાલીમમાં એક માસની વર્ગખંડીય તાલીમ (ક્લાસરૂમ) હોય છે અને બે માસની ક્ષેત્રિય કક્ષાની પ્રાયોગીક તાલીમ આપવામાં આવે છે. વર્ગખંડની તાલીમમાં નીચે મુજબનાં મુદ્દાઓનો સમાવેશ કરેલ છે.
 • સંવર્ધન પધ્ધતિ તથા તેનું મહત્વ
 • આખલાની પસંદગી
 • ગુજરાત રાજ્યની ગાય તથા ભેંસ વર્ગની અલગ અલગ જાતિઓ
 • માદા પ્રજનન અંગોની શરીરરચના તથા શરીરક્રિયા વિજ્ઞાન
 • નર પ્રજનન અંગોની શરીરરચના તથા શરીરક્રિયા વિજ્ઞાન
 • શુધ્ધ સંવર્ધન તથા સંકરણ
 • કૃત્રિમ બીજદાનનાં ફાયદા
 • કૃત્રિમ બીજદાનનો ઇતિહાસ
 • વીર્ય એકત્રિકરણ પ્રક્રિયા
 • જાનવરોનું પોષણ તથા સંવર્ધનમાં તેનુ મહત્વ
 • ઋતુ મુજબનો ઘસચારો તથા ગોચરની જાણવણી
 • લીલાં તથા સૂકા ઘાસની સંગ્રહ પધ્ધત્તિઓ
 • ઘાસમાંનાં ઝેરી દ્રવ્યો અને જાનવરોનાં પોષણમાં લેવામાં આવતી દેખરેખ
 • વોડકી તથા વાછરડીનું પાલન પોષણ
 • દૂધાળાં જાનવરોનું પાલન પોષણ
 • જાનવરોનો આવાસ તથા તેની સ્વચ્છતા
 • જાનવરોને કાબૂ કરવાની પધ્ધત્તિઓ
 • પશુઓની પ્રજનન સમસ્યાઓ અને તેનું નિવારણ
 • જાનવરોને થતા ચેપી રોગો
 • પશુચિકિત્સાલય અને વિવિધલક્ષી પશુચિકિત્સાલયની મુલાકાત – કૃત્રિમ બીજદાનનાં ઉપકરણોનું પ્રાયોગીક નિદર્શન – નોંધ રાખવી
 • કૃત્રિમ બીજદાનનાં ઉપકરણોનો પરિચય અને તેના નિયંત્રણ સમયે કાળજી
 • વીર્ય એકત્રીકરણ ઉપકરણનું નિદર્શન અને શુક્રાણુંઓની બાહ્યાકૃતિ (મોર્ફોલોજી)
 • ઋતુચક્ર અને તેની સંવર્ધનમાં અગત્યતા
 • રસીકરણનું સમયપત્રક અને રસીની સાચવણી
 • કે‌ન્દ્રીય ધણ નોંધણી યોજના (CHRS)
 • પાણીની અગત્યતા અને પ્રાણીઓને પાણી પાવાની પધ્ધત્તિ
 • ગરમીમાં આવવાનાં ચિ‌ન્હો, તેનો સમયગાળો અને કૃત્રિમ બીજદાન
 • પ્રાણીઓમાં તરવાઈ જવું અને તેની મનુષ્યમાં ચેપની શક્યતા
 • ઉનાળામાં પ્રજનન ક્ષમતા જાળવવી.
 • ખનીજદ્રવ્યોનો ઉત્પાદકતામાં ફાળો
 • પ્રાણીઓમાં ગર્ભ પરીક્ષણ
 • કૃત્રિમ બીજદાન ગન અને થીજવેલ વીર્યનાં ડોઝને તૈયાર કરવા માટેનું પ્રાયોગીક નિદર્શન
 • નફાકારક પશુપાલન માટે યોગ્ય સલાહ
 • સ્વચ્છ દૂધ ઉત્પાદન
 • જાનવરમાં ગર્ભ પરીક્ષણ તથા અલગ અલગ સમયે લેવાની થતી કાળજી
 • ગ્રામ્ય અર્થતંત્રની પ્રગતીમાં ગોપાલમિત્રોનો ફાળો
 • જનનતંત્રને લગતી સમસ્યાઓ અને લેવામાં આવતી કાળજીઓ
 • પાંજરાપોળની મુલાકાત – મૃત માદા જનનાંગોનું નિદર્શન
 • ગૌશાળાની મુલાકાત
 • એસ.પી.સી.એ. ને લગતા નિયમો
 • પશુઓ અને મનુષ્યમાં થતા સામાન્ય રોગો
 • LN2 ક‌ન્ટેઈનરની રચના અને તેની સાચવણી
 • કરેલ કામગીરીની નોંધણી, રજીસ્ટર નિભાવણી અને માસિક અહેવાલ
 • પશુવ્યંધ્યત્વ અને વાંઝિયાપણું
 • રોગચાળામાં ગોપાલમિત્રની કામગીરી
 • કુદરતી આપત્તિ વ્યવસ્થાપન
 • ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડની યોજનાઓ અને તેનું અમલીકરણ